જમ્મુ કશ્મીર : પુલવામા સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો, ગોળીબાર શરૂ
abpasmita.in | 19 Nov 2016 08:22 PM (IST)
જમ્મુ કશ્મીર: જમ્મુ કશ્મીરના પુલવામાના કાકપુરામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. હાલ ગોળીબાર ચાલુ છે. દક્ષિણ કશ્મીરમાં પુલવામાં જિલ્લાના એક ગામમાં છુપાયેલા આતંકવાદીયોની ખબર સુરક્ષાદળો દ્વારા તપીસ અભિયાન શરૂ કર્યા બાદ આ મુઠભેદ શરૂ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 25 કિલોમીટર દૂર કાકાપોરા વિસ્તારમાં બેગમ ગામમાં આતંકવાદીઓ ઉપસ્થિત હોવાની ખબર મળ્યા બાદ સુરક્ષાદળોએ શનિવારે સાંજે આતંકવાદ નિરોધક અભિયાન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે સુરક્ષાદળોને જોઈને છુપાયેલા આતંકીઓએ તેમના પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું હતું. સુરક્ષાદળોએ વળતો જવાબ આપ્યો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા રિર્પોટ મળ્યા ત્યાં સુધી ગોળીબાર ચાલું છે.