નવી દિલ્લી: ભારતીય રેલ્વેએ શુક્રવારે મુસાફરોને ઘણી શ્રેણીઓમાં ટિકિટ ખરીદીમાં 25ટકાથી 100ટકા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે. આ શ્રેણીઓમાં દિવ્યાંગો, દર્દીઓ, સીનિયર સિટિજન, પુરસ્કાર વિજેતા, જવાનોની વિધવા પત્નીઓ, ખેડૂત, આર્ટિસ્ટ અને ખેલાડીઓ તમામને અલગ અલગ પ્રકારની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રેલ રાજ્ય મંત્રી રાજન ગોહાઈએ આ નવા ફેરફારોની જાણકારી આપતા ગઈકાલે શુક્રવારે રાજ્યસભામાં કહ્યું કે મંત્રાલય રેલ યાત્રા દરમિયાન તમામ લોકોને સગવડતા મળી રહે તે માટે આ કદમ ઉઠાવ્યું છે.
જાણો શું ફેરફાર કરવામાં આવ્યો છે
દિવ્યાંગો માટે..
1. શારીરિક રૂપથી અક્ષમ લોકો માટે 2nd, SL, 1st Class, 3AC, AC chair Carમાં 75ટકા, જ્યારે 1AC અને 2ACમાં 50 ટકા સુધીની છૂટ આપવામાં આવી છે.
2. મગજની બિમારીઓથી પીડિત અને દ્દષ્ટિહીન લોકો માટે રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનની 3AC અને AC Chair Car શ્રેણીઓમાં 25ટકા સુધીની 3 રાહત જાહેર કરવામાં આવી છે. આ શ્રેણીમાં દિવ્યાંગોને લઈ જનાર એક વ્યક્તિની ટિકિટ ઉપર પણ છૂટ આપવામાં આવી છે.
3. મૂંગા-બહેરા દિવ્યાંગો માટે પણ 2nd, SL અને 1st ક્લાસમાં 50ટકા સુધીની રાહત આપવામાં આવી છે.