ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે અને ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવવામાં સફળ થઈ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મોટી સફળતા મેળવી હતી. પરંતુ જો અત્યારે ગુજરાતમાં ચૂંટણી યોજાય તો તસવીર શું હોય શકે છે તેને લઈને સર્વેમાં ભાજપ માટે ચિંતાજનક ખબર સામે આવી છે.
એબીપી ન્યૂઝના સર્વે મુજબ ગુજરાતમાં જો અત્યારે લોકસભાની ચૂંટણી યોજાય તો એનડીએને વોટ શેર મામલે નુકશાન થતું જોવા મળે છે. એનડીએના ખાતામાં 54 ટકા અને યૂપીએના ખાતામાં 42 ટકા અને અન્યના ખાતામાં 4 ટકા વોટ શેર જઈ શકે છે. 2014ના આંકડાની વાત કરવામાં આવે તો એનડીએને 59 ટકા વોટ શેર મળ્યા હતા એટલે એનડીએને 5 ટકા વોટ શેરનું નુકશાન થઈ રહ્યું છે. 2014માં યૂપીએને 33 ટકા વોટ મળ્યા હતા, અત્યારે ચૂંટણી થાય તો 9 ટકા વોટ શેરનો ફાયદો થઈ રહ્યો છે. 2014માં ભાજપે તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી, અત્યારે ચૂંટણી થાય તો કૉંગ્રેસ ખાતુ ખોલાવી શકે છે.
મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પર એબીપી ન્યૂઝે CSDS-લોકનીતિ સાથે મળીને દેશનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. આ સર્વે 28 એપ્રિલ 2018થી 17 મે 2018 વચ્ચે કરવામાં આવ્યો છે. 19 રાજ્યોમાં 700 સ્થળોની 175 વિધાનસભા બેઠકો પર જઇને 15859 લોકોનો મત જાણવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણી અત્યારે યોજાય તો ભાજપનું ગુજરાતમાં તમામ બેઠકો જીતવાનું સ્વપ્નુ રહી શકે છે અધુરુ, 2014 કરતા ભાજપને 5 ટકા વોટોનું નુકસાન, UPAને
9 ટકા વોટ શેયરનો ફાયદો