ફડણવીસનો ઉદ્ધવ સરકાર પર કટાક્ષ, કહ્યું- શિનસેનાના નેતૃત્વવાળી સરકારને દિલ્હીથી ‘માતોશ્રી’ કરશે કંટ્રોલ
abpasmita.in | 01 Jan 2020 11:19 PM (IST)
પાલઘર જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર દરમિયાન ફડણવસી મુખ્યમંત્રી તથા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા આ ટિપ્પણી કરી હતી.
મુંબઈ: ભાજપ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની ગઠબંધનવાળી સરકાર પર કટાક્ષ કર્યો હતો. તેઓએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં શિવસેના ગઠબંધવાળી સરકાર મુંબઈના ‘માતોશ્રી’થી નહીં, પણ દિલ્હીથી ‘માતોશ્રી’ કંટ્રોલ કરશે. પાલઘર જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર દરમિયાન ફડણવસી મુખ્યમંત્રી તથા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા આ ટિપ્પણી કરી હતી. ફટણવીસે કહ્યું, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે, આ સરકાર ‘માતોશ્રી’ થી નહીં, પણ દિલ્હીથી ‘માતોશ્રી’ નિયંત્રિત કરશે. શિવસેનાના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારમાં એનસીપી અને કૉંગ્રેસ સહિત અન્ય પક્ષ છે.