નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સતત બીજા મહિને એક લાખ કરોડ રૂપિયાથી વધારેનું રહ્યું છે.સરકાર દ્ધારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 1.03 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. એક વર્ષ અગાઉ આ મહિનામાં જીએસટી કલેક્શન 97,276 કરોડ રૂપિયા હતો જ્યારે  છેલ્લા મહિનામાં જીએસટી કલેક્શનનો આંકડો 1,03,492 કરોડ રૂપિયા રહ્યો હતો. આ વર્ષે ડિસેમ્બરમાં કુલ 1,03,184 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન રહ્યો હતો.


જેમાં સીજીએસટી ટેક્સ 19,962 કરોડ રૂપિયા અને રાજ્ય જીએસટી 26,792 કરોડ રૂપિયા રહ્યો હતો. આઇજીએસટીથી 48,099 કરોડ રૂપિયા અને પેટા ટેક્સ વસૂલીથી 8331 કરોડ રૂપિયા રહ્યો  છે. એક સમાન જીએસટીમાં 21,295 કરોડ રૂપિયા આયાતથી વસૂલવામાં આવ્યા. આ પ્રકારે ઉપકરની વસૂલાત 847 કરોડ રૂપિયા આયાત માલ પર પેટા ટેક્સથી મળ્યા છે.

ડિસેમ્બર મહિનામાં સ્થાનિક લેવડદેવડથી થનારા જીએસટી કલેક્શનમાં 16 ટકાનો વધારો થયો છે. આ અગાઉ નવેમ્બરમાં જીએસટી કલેક્શન એક વર્ષ અગાઉ આ મહિનાની તુલનામાં છ ટકાથી વધીને 1.03 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.  નવેમ્બર મહિનામાં  સીજીએસટીથી 19,592 કરોડ રૂપિયા, રાજ્ય જીએસટીથી 27,144 કરોડ રૂપિયા, એક સમાન જીએસટીથી 49,028 કરોડ રૂપિયા અને જીએસટી પેટા ટેક્સથી 7727 કરોડ રૂપિયા આવક થઇ છે.જ્યારે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 95,380 કરોડ રૂપિયા હતો. એક સમાન જીએસટીથી 20,948 કરોડ રૂપિયા આયાતથી વસૂલાયા હતા.