મુંબઈ: શિવસેનાએ શનિવારે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસના વખાણ કર્યા અને કહ્યું તેઓ વિરોધ પક્ષના નેતાની ભૂમિકામાં સારી રીતે કામ કરી રહ્યા છે. શિવસેનાએ એમ પણ કહ્યું કે ફડણવીસે રાજ્યમાં કોવિડ-19 સામે મુકાબલો કરવા માટે જન સ્વાસ્થ્ય સેવાઓ પર સંતોષ વ્યક્ત કર્યો જેનાથી સરકાર અને કોવિડ-19ના દર્દીઓનો ઉત્ત્સાહ વધ્યો છે.


શિવસેનાએ પાર્ટીના મુખપત્ર સામનામાં પ્રકાશિત સંપાદકીયમાં કહ્યું નેતા પ્રતિપક્ષ દેવેંદ્ર ફડણવીસ એટલા જ યુવા અને ઉર્જાવાન છે જેટલા મુખ્યમત્રી રહેતા હતા. તેમું હાલનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે જેમાં તેમણે પાર્ટીના એક સહકર્મીને જણાવ્યું કે જો તેમને ટેસ્ટમાં કોરોના વાયરસની પુષ્ટી થાય તો તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવે.

સંપાદકીયમાં કહેવામાં આવ્યું, આ નિવેદન માટે ફડણવીસના વખાણ કરવા જોઈએ, પરંતુ તેમનો મજાક ઉડાવવામાં આવે છે તે યોગ્ય નથી. શિવસેનાએ કહ્યું ફડણવીસ કોવિડ-19 રાહત કાર્ય જોવા માટે રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે અને તેમણે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા કામ પર સંતોષ વ્યક્ત કર્યો છે.

મહારાષ્ટ્રમાં થોડા દિવસો પહેલાં ચીનના મુદ્દા પર એનસીપી નેતા શરદ પવાર પીએમ મોદીનો બચાવ કરતાં દેખાયા હતા. હવે શિવસેનાએ પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા છે. શિવસેનાની તરફથી કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ વિપક્ષના નેતા તરીકે સારું કામ કરી રહ્યા છે.