નાગપુરઃ મહારાષ્ટ્રમાં મુખ્યંમત્રી પદની ખેંચતાણ વચ્ચે હવે નવા સમચાર સામે આવી રહ્યાં છે, આ મામલે હવે સંઘ પ્રમુખ મોહન ભાગવત મધ્યસ્થતા માટે આવી શકે છે. આ કયાસ ત્યારે લગાવવામાં આવ્યો જ્યારે દેવેન્દ્ર ફડણવીસે સંઘ પ્રમુખ સાથે મુલાકાત કરી.
રિપોર્ટ પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રીની ખુરશી માટે દોડાદોડ શરૂ કરી દીધી છે. તેમને નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. આના પરથી માનવામાં આવે છે કે આ વાતચીત મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટેની હતી, અને મોહન ભાગવત મધ્યસ્થી કરી શકે છે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના ગઠબંધનને બહુમતી મળી ચૂકી છે, પણ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે વાત અટકી પડી છે. શિવસેનાની માંગ છે કે, રાજ્યમાં 50-50 ફોર્મ્યૂલા પર સરકાર બને અને મુખ્યમંત્રી શિવસેનાનો હોય. વળી સામે પક્ષે બીજેપી શિવસેનાની માંગોને નકારી રહી છે.
એટલુ જ નહીં શિવસેના અને બીજેપી વચ્ચેની ખેંચતાણમાં હવે એનસીપી અને કોંગ્રેસ પણ હરકતમાં આવ્યા છે.
શું છે બેઠકોનુ ગણિત....
બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.
શિવસેના-બીજેપીની તકરારમાં મધ્યસ્થી માટે આવી શકે છે સંઘ પ્રમુખ, ફડણવીસ-ભાગવતની મુલાકાતથી તર્ક-વિતર્ક
abpasmita.in
Updated at:
06 Nov 2019 08:13 AM (IST)
દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રીની ખુરશી માટે દોડાદોડ શરૂ કરી દીધી છે. તેમને નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -