નવી દિલ્હીઃ કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં લાખો લોકોને પોતાની ઝડેપમાં લઈ ચૂક્યો છે. ત્યારે વિશ્વના ઘણાં દેશોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે તો ભારતમાં પણ લોકડાઉન વધારીને 3 મે સુધી કરવામાં આવ્યું છે. અહીં આ સંકટની વચ્ચે ઘણાં ડોક્ટર્સ, અન્ય સરકારી કર્મચારી અને પોલીસ કર્મચારી પોતાના જીવના જોખમે આ વાયરસનો સામનો કરી લોકોની સેવા કરી રહ્યા છે. ત્યારે ઓડિશાની એક 8 મહિનાની ગર્ભવતી મહિલા પોલીસકર્મચારીની ડ્યૂટી કરતાં તસવીર વાયરલ થઈ રહી છે.

આ તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય ચે કે મહિલા પોલીસકર્મચારી ગર્ભવતી છે. ઓડિશાના ડીજીપીએ ટ્વિટર પર એક મહિલા પોલીસકર્મચારીના વખાણ કર્યા અને કહ્યું કે, આઠ મહિનાની ગર્ભવતી હોવા છતાં મહિલા પોલીસકર્મચારી પોતાની ડ્યૂટી પર હાજર હતી. મહિલા પોલીસકર્મચારીનું નામ મમતા મિશ્રા છે.


ડીજીપીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘આઠ મહિનાની ગર્ભવતી આ દિલેર પોલીસકર્મચારી ડ્યૂટી કરી રહી છે. તેના સ્વાસથ્યને ધ્યાનમાં રાખતા અમે તેને રસ્તા કે ચોકીની જગ્યાએ બેતનટી પોલીસ સ્ટેશનમાં મુક્યા છે. આ વખાણવાલાયક છે.

હવે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો મમતાના ખૂબ વખાણ કરી રહ્યા છે. મમતાએ કહ્યું કે, તેમાં કોઈ મોટીવાત નથી કારણ કે આ સંકટમની વચ્ચે તમામ પોતાનું કામ કરી રહ્યા છે જેમાં પોલિસ, ડોક્ટર અને અન્ય લોકો સામેલ છે. એવામાં તેમનું પણ કર્તવ્ય બને છે કે તે દેશની સેવામાં રહે. તેણે કહ્યું કે, તેને જ્યારે જરૂર પડશે ત્યારે તે રજા પર જશે.

જણાવીએ કે, કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધીમાં 20,471 લોકો કોવિડ-19થી સંક્રમિત થયાછે અને 652 લોકો આ વાયરસના કારણએ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે રિકવરીની વાત કરીએતો 3959 લોકો આ બીમારીથી ઠીક થયા છે.