પૂણે: નાગરકિતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે જે ભારત માતા કી જય બોલશે, તે જ દેશમાં રહેશે. તેમણે લોકોને સવાલ કરતા કહ્યું કે શું આપણો દેશ ધર્મશાળા બની જાય ?


અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એક સમારોહમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એનઆરસીનો વિરોધ કરી રહેલા લોકો પર નિશાન સાધ્યું હતું. તેમણે સવાલ કર્યો કે, શું તેઓ દેશને ધર્મશાલા બનાવવા માંગે છે. ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યું, “શું હવે આપણા દેશને ધર્મશાળા બનાવવા જઈ રહ્યાં છે. જ્યાં કોઈ પણ રોક ટોક વગર રહી શકે”

તેઓએ કહ્યું, ભગત સિંહ અને સુભાષ ચંદ્ર બોઝ જેવા લોકોને દેશની આઝાદી માટે પોતાનું જીવન કુરબાન કરી દીધું. તેથી આપણે આ પડકાર સ્વીકાર કરવો પડશે અને સુનિશ્ચિત કરવું પડશે કે માત્ર એવા લોકો જ દેશમાં રહી શકે જે ભારત માતા કી જય બોલવા તૈયાર છે.