Amla Benefits: શિયાળાની ઋતુ તેની સાથે અનેક બીમારી પણ લઈને આવે છે. ડોક્ટર્સની સાથે હેલ્થ એક્સપર્ટના કહેવા મુજબ,આ ઋતુમાં મળતાં ફળ ખાઈને અનેક બીમારીથી બચી શકાય છે. આવું જ એક ફળ છે આમળા. શિયાળામાં આમળા શરીર માટે ખૂબ ફાયદામંદ છે.શિયાળામાં આમળાનું સેવન ગુણકારી માનવામાં આવ્યું છે. આમળા વિટામિન સીનું ઉત્તમ સ્ત્રોત છે. આર્યુવેદમાં આમળાની સૌથી શક્તિશાળી ફળોમાં ગણતરી કરવામાં આવે છે. તે ત્રિદોષો એટલે કે વાયુ, પિત્ત અને કફથી રાહત આપવાનો સૌથી મોટો વિકલ્પ છે. તેના સેવનથી શુગર લેવલને પણ નિયંત્રણાં કરી શકાય છે. તેમાં સમાયેલા ક્રોમિયમ શુગર લેવલને વધતા રોકે છે.


વિટામિન સી થી ભરપૂરઃ આમળા વિટામિન સીનો સારો સ્ત્રોત છે. તેમાં એક સંતરાની સરખામણીમાં આઠ ગણું વધારે વિટામિન સી હોય છે. એક આમળામાં એક સંતરા કરતા ૧૭ ગણું વધુ એન્ટિઓક્સિડન્ટ સમાયેલું હોય છે. વિટામિન સીની સાથેસાથે તે કેલશિયમ પણ પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. તે ઘણી બીમારીઓમાં રાહત આપવાની સાથેસાથે શરદી-ઊધરસમાં પણ ફાયદાકારક સાબિત થયા છે.


ઈમ્યુન સિસ્ટમ માટે ફાયદાકારકઃ શિયાળો ઈમ્યુન સિસ્ટમ માટે મુશ્કેલ હોય છે. આમળામાં મળતા વિટામિન ઠંડી અને વાયરસ સામે લડવા માટે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. જેનાથી શરીર અનેક બીમારીથી મુક્ત રહે છે. આમળાનું સેવન લોકો લાંબા સમયથી ઇન્યુનિટી વધારવા માટે કરતા હોય છે.


વાયરલ ઇન્ફેકશનથી રક્ષણઃ આમળા રહેલા એન્ટિોક્સિડન્ટ ગુણ અને વિટામીન સી મેટાબોલિઝમનો વધારો કરીને શરદી અને ઊધરસ સહિત વાયરલ અને બેકટેરિયલ બીમારીઓને રોકવામાં મદદ કરે છે.  


બ્લડ પ્રેશર રાખે નિયંત્રણમાંઃ આંબળા હાઇ બ્લડપ્રેશરમને નિયંત્રિત કરવામાં કારગર છે. આ ઉપરાંતતે મગજ અને સ્વાસ્થય બન્ને માટે ગુણકારી છે. આંબળા પાવડરને મધ સાથે ભેળવીને ખાવાથી લાભ થાય છે.


આંખની રોશનીઃ આમળામાં એન્ટી ઓક્સીડન્ટ ગુણ રેટીના માટે ફાયદાકારક હોય છે. તે વિટામિન સીનો બહુ સારો સ્ત્રોત છે. આંખમાં થનારી બળતરાને ઓછી કરવાની સાથેસાથે રોશની વધાર છે.


પાચનશક્તિ સુધારેઃ આમળામાં પ્રચુર માત્રામાં ફાઇબર સમાયેલા  હોય છે. જે પાચનક્રિયાને સુધરવામાં મદદ કરે છે. આંબળાનું પાણી પીવાથી પાચનક્રિયા સુધરે છે. આંબળા કુદરતી લેગ્જેટિવનું કામ કરે છે. આંબળાનું પાણી પીવાથી રાહત થાય છે.


ખીલ અને સફેદ વાળની સમસ્યા કરે દૂરઃ આમળામાં લોહીને સ્વચ્છ કરવાના ગુણ હોય છે. જેના કારમે ખીલની સમસ્યા દૂર થાય છે અને તવ્ચા ચમકદાર બને છે. જો વાળ સફેદ થઈ ગયા હોય તો આમળાનું તેલ વાળમાં નિયમિત રીતે નાંખવાથી લાભ થાય છે.


બ્લડ શુગર કરે કંટ્રોલઃ આમળામાં ક્રોમિયમ નામનું તત્વ હોય છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ઘણું ઉપયોગી છે. ડાયાબિટીસના દર્દી માટે આમળા શ્રેષ્ઠ ફળ છે.


આ પણ વાંચોઃ શિયાળામાં મળતું આ ફળ પોષકતત્વોથી હોય છે ભરપૂર, ફરાળમાં પણ થાય છે ઉપયોગ, જાણો અદભૂત ફાયદા