Disproportionate Assets Case: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા(Om Praksh Chautala) ને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 4 વર્ષની સજા ફટકારવામાં આવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ(Rouse Avenue Court)ના વિશેષ સીબીઆઈ(CBI) જજ વિકાસ ધુલેએ તેમના પર 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે ચૌટાલાની 4 મિલકતો જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ મિલકતો દિલ્હીના હેલી રોડ, ગુરુગ્રામ, આસોલા અને પંચકુલામાં આવેલી છે.
2006માં સીબીઆઈએ ઓમપ્રકાશ ચૌટાલા વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. ઈન્ડિયન નેશનલ લોકદળના વડા ચૌટાલા પર 1993 અને 2006 વચ્ચે અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવાનો આરોપ હતો. 16 વર્ષની ટ્રાયલ પછી, 21 મેના રોજ તેની આવક કરતાં અપ્રમાણસર રૂ. 2.81 કરોડની સંપત્તિ પ્રાપ્ત કરવા બદલ તેને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(e) અને 13(2) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કલમોમાં 1 થી 7 વર્ષની જેલની જોગવાઈ છે.
કેટલા વર્ષની સજા થઈ?
87 વર્ષીય ઓમ પ્રકાશ ચૌટાલાના વકીલે તેમની વૃદ્ધાવસ્થા અને ખરાબ તબિયતને ટાંકીને છૂટની વિનંતી કરી હતી. જેબીટી શિક્ષક ભરતી કૌભાંડમાં 10 વર્ષની સજા ભોગવી ચૂકેલા ચૌટાલાના વકીલે અપ્રમાણસર સંપત્તિના કેસમાં સજા સાથે તેની ગણતરી કરવાની પણ વિનંતી કરી હતી. પરંતુ કોર્ટે આ વાત સ્વીકારી નહીં અને ચૌટાલાને 4 વર્ષની જેલની સજા ફટકારી. 50 લાખ રૂપિયાનો દંડ લગાવતા કોર્ટે કહ્યું કે જો આ રકમ જમા નહીં કરવામાં આવે તો ચૌટાલાને 6 મહિનાની વધારાની સજા ભોગવવી પડશે.
કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો
સુરત સિવિલમાં બેભાન યુવતીએ ભાનમાં આવતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો,ડોક્ટરો અને પોલીસ એક્શનમાં