Mumbai Cruise Drugs Case Latest Updat: મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં એનસીબીની ચાર્જશીટમાં આર્યન ખાન (Aryan Khan) ને ક્લિન ચીટ મળી ગઈ છે.  જ્યારે કેંદ્ર સરકારે આર્યન ખાન કેસના તપાસ અધિકારી સમીર વાનખેડે  (Sameer Wankhede) ની સામે કડક પગલા લેવાનું કહ્યું છે. સૂત્રો મુજબ સરકારે સક્ષમ અધિકારી પાસેથી સમીર વાનખેડે સામે યોગ્ય કાર્યવાહી કરવાનું કહ્યું છે. એનસીબી  (NCB) ના પૂર્વ અધિકારી સમીર વાનખેડે સામે આર્યન ખાન પાસેથી ડ્ર્ગ્સ મળી આવવા મામલે તેમની ખરાબ તપાસને લઈ કડક પગલા લેવાની વાત કરવામાં આવી છે. 


સમીર વાનખેડેના ફરજી જાતિ પ્રમાણપત્રના મામલે સરકારે પહેલેથી જ તેમની સામે કાર્યવાહી કરી રહી છે. NCBએ બોલીવૂડ સ્ટાર શાહરુખ ખાન  (Shahrukh Khan) ના દિકરા આર્યન ખાન (Aryan Khan) ને ક્રૂઝ પર ડ્રગ્સ મળવાના મામલે શુક્રવારે ક્લિન ચીટ આપી છે.  આ કેસમાં 14 લોકો સામે આરોપ પત્ર દાખલ કર્યું છે, આર્યન સહિત 6 લોકોને પૂરાવા ન હોવાના કારણે છોડી દેવામાં આવ્યા છે. 


એનસીબીના ડીજી એસએન પ્રધાન મુજબ આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સમીર વાનખેડેની ટીમથી ભૂલ થઈ છે. ધરપકડ વખતે સમીર વાનખેડે આ કેસની તપાસ કરી રહ્યા હતા. પ્રધાન મુજબ જો એનસીબીથી કોઈ ભૂલ ન થઈ હોત તો SIT તપાસ પોતાના હાથમાં કેમ લીધી. 


તપાસમાં ઘણી ભૂલો સામે આવી


આ કેસમાં એનસીબી વિઝિલન્સ ટીમનો રિપોર્ટ પર  ઝડપથી આવી શકે છે, બાદમાં સમીર વાનખેડેની મુશ્કેલી વધી શકે છે. વાનખેડેએ જે રીતે આ કેસને હેન્ડલ કર્યો, તેમાં ઘણી ભૂલો સામે આવી છે. વિઝિલન્સ ટીમ આ કેસમાં ટૂંક સમયમાં રિપોર્ટ ફાઈલ કરી શકે છે.


ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરે NCB દ્વારા ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આર્યન ખાન સહિત કુલ 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તમામ આરોપીઓ અલગ-અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં આર્યન ખાનને ત્રણ અઠવાડિયાથી વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું.