Diwali 2024 Live Updates: આજે દિવાળી, આ શુભ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજા, જાણો મહત્વ

આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આખું વર્ષ ધનની પ્રાપ્તિ થાય છે

gujarati.abplive.com Last Updated: 31 Oct 2024 01:25 PM
દિવાળીની ઉજવણી કરતી વખતે કેવા કપડાં પહેરવા જોઈએ?

દિવાળી (Diwali 2024) આવી ગઈ છે. આવી સ્થિતિમાં ઘરની સફાઈની સાથે લોકો પોતાના માટે ઘણા નવા કપડા પણ ખરીદે છે. દિવાળીની રાત્રે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા નવા વસ્ત્રો પહેરીને કરવામાં આવે છે. દિવાળીની રાત્રે ટ્રેડિશનલ કપડા પહેરવામાં આવે છે. પરંતુ ઘણી વખત લોકો દિવાળી માટે કપડાં પસંદ કરતી વખતે ભૂલો કરે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે દિવાળીની ઉજવણી કરતી વખતે તમારે કેવા કપડાં પહેરવા જોઈએ જેથી તમારી સ્ટાઈલ જળવાઈ રહે અને તમે આરામદાયક પણ અનુભવો.

PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી





દિવાળી પર રંગોળી કેમ બનાવવામાં આવે છે?

રંગોળીના રંગો ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તેમની કૃપા હંમેશા બની રહે છે.

દિવાળીની પૂજા દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો

પ્રદોષ કાળ અમાવસ્યા દરમિયાન જ દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.


દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરો.


પૂજા માટે વેદીનું સ્થાન ઉત્તર-પૂર્વ ખૂણામાં હોવું જોઈએ.


આ દિવસે ઘરના કોઈપણ ખૂણામાં અંધારું ન રાખો અને વધુ દીવા પ્રગટાવો.


ઘરમાં સાત્વિક ખોરાક રાંધો અને જુગાર ના રામો


પ્રવેશદ્વાર પર રંગોળી બનાવો, હળદર-કુમકુમના સ્વસ્તિક બનાવો અને તોરણ લગાવો

દિવાળી પર કરો આ ઉપાય

હાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. તેથી દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરમાં ચાંદી અથવા સોનાની ધાતુથી બનેલો હાથી રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી રાહુનો અશુભ પ્રભાવ ઓછો થાય છે.

દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા દિવાળી પર આ રીતે કરો પૂજા

સવારે વહેલા ઉઠો અને આખા ઘરને સારી રીતે સાફ કરો. ધ્યાન રાખો કે દિવાળીના દિવસે ઘરના કોઈપણ ખૂણામાં ધૂળ કે ગંદકી જમા ન થવી જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી એવા ઘરોમાં જ વાસ કરે છે જ્યાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સફાઈ કર્યા પછી સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો, આ પછી ઘરના મંદિરમાં પ્રાર્થના કરો. આ પછી સાંજની પૂજા માટે આખા ઘરને ફૂલો અને પાંદડાથી સજાવો. દરવાજા પર તોરણ લગાવો અને ઘરના મુખ્ય પ્રવેશદ્વારને ખાસ સજાવો. દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે મુખ્ય પ્રવેશદ્વાર અને પૂજા સ્થળની નજીક રંગોળી બનાવો.


હવે પૂજા માટે માતા લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. આ દિવસે ધનની પૂજા પણ કરવામાં આવે છે, તેથી પૂજા સ્થાન પર પૈસા રાખો. કુબેરજીનું ચિત્ર અથવા પ્રતિમા પણ સ્થાપિત કરો. પૂજા સ્થળને ફૂલો, રંગોળી અને ચંદનથી સજાવો. હવે શુદ્ધ ઘી અને સુગંધિત ધૂપનો દીવો પ્રગટાવો અને ગણેશજી, લક્ષ્મીજી અને કુબેરજીને અક્ષત, ફૂલ વગેરે અર્પણ કરો અને આરતી કરો. જો તમે ઈચ્છો તો પૂજા દરમિયાન લક્ષ્મી મંત્ર અને કુબેર મંત્રનો જાપ પણ કરી શકો છો. પૂજા પછી ભોગ ચઢાવો. આ દિવસે દેવી લક્ષ્મીને ખીર અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા પછી આખા ઘરમાં દીવા પ્રગટાવો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 3 શુભ સમયમાં પણ લક્ષ્મી પૂજા કરી શકાય છે

પ્રદોષ કાળ દરમિયાન પૂજાનું મુહૂર્ત - 31 ઓક્ટોબર 2024, સાંજે 05:35 થી 08:11 સુધી પૂજા કરી શકાય છે. વૃષભ કાળમાં પૂજાનું મુહૂર્ત - 31 ઓક્ટોબર 2024, પૂજાનો સમય સાંજે 06:21 થી 08:17 સુધીનું રહેશે. નિશિતા કાળમાં પૂજાનું મુહૂર્ત - 31 ઓક્ટોબર 2024, રાત્રે 11:39 થી 21:31 સુધીનું રહેશે.

પૂજાનું શુભ મુહૂર્ત (Diwali 2024 Puja Shubh Muhurat)

પંચાંગ અનુસાર લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 5:37 થી 8:45 સુધીનું રહેશે. આ સમય દેવી લક્ષ્મીની પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. 31મી ઓક્ટોબરે લક્ષ્મી પૂજાનો શુભ સમય સાંજે 5 વાગ્યાથી મધ્યરાત્રિ સુધીનો રહેશે. આ સમય દરમિયાન, ઘરોની સફાઈ કરવામાં આવે છે, દીવા પ્રગટાવવામાં આવે છે અને દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, જે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ લાવે છે.

બ્રેકગ્રાઉન્ડ

Diwali 2024: આજે પ્રકાશના પર્વ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ રાત્રે મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. આજે જે કોઈ દેવી લક્ષ્મીની પૂજા કરે છે, તેની પ્રાર્થના ચોક્કસપણે સ્વીકારવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આખું વર્ષ ધનની પ્રાપ્તિ થાય છે.


દિવાળી સામાન્ય રીતે પ્રદોષ કાળથી નક્કી કરવામાં આવે છે. આ વખતે પ્રદોષ કાળ 31મી ઓક્ટોબરે છે અને 01મી નવેમ્બરે પણ છે. પરંતુ પ્રદોષ કાળ 1લી નવેમ્બરે પૂર્ણ થતો નથી. તેમજ અમાવસ્યા 1, નવેમ્બરે સાંજે 06.16 કલાકે પૂર્ણ થશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.