સમગ્ર દેશમાં હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. કોરોના કેસ સતત વધી રહ્યા છે અને દેશના અનેક રાજ્ય એલર્ટ પર છે અને તમામ રાજ્યોએ કડક નિયંત્રણો લાદ્યા છે. અનેક રાજ્યમાં નીટ કર્ફ્યુ પણ લગાવાવમાં આવ્યં છે. નોર્થ ઈસ્ટમાં પણ કરોનાના કેસ સતત વધીરહ્યા છે. કોરોનાના વધતા કેસની વચ્ચે હવે  જિલ્લા કલેક્ટર પણ મેદાનમાં ઉતર્યા છે.


હાલમાં ત્રિપુરાના પશ્ચિમી ત્રિપુરા જિલ્લામાં એક ઘટના સામે આવી છે જ્યાં ડીએમ શૈલેશ કુમાર યાદવે કોવિડ ગાઈડલાઈનનું પાલનન કરવા પર બે મેરેજ હોલવને સીલ મારી દિધા છે. સાથે જ ડીએમે પોલીસને મહામારી રોગ અધિનિયમ, આપદા પ્રબંધન અધિનિયમ અને રાત્રી કર્ફ્યુના ઉલ્લંઘન કરવા પર વર અને વધુ સહિત લગ્નમાં સામેલ સમગ્ર ભીડ વિરૂદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યા છે.






સોશિયલ મીડિયામાં વાયરલ ત્રિપુરાના બે વીડિયોમાં ડીએમ શૈલેશ કુમાર યાદવ ઘણાં ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. મેરેજ હોલ પર રેડ મારતા ડીએમે કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરવા પર લગ્નમાં સામેલ લોકોને ત્યાંથી બહાર કાઢ્યા હતા. એટલું જ નહીં તેમણે દુલ્હનને સ્ટેજ પર ઉતરવા માટે કહ્યું, જ્યારે બાકીના અધિકારી લગ્નમાં આવેલ મહેમાનોને મેરેજ હોલમાંથી બહાર કાઢવામાં લાગ્યા હતા. ઘણાં ગુસ્સામાં જોવા મળી રહેલ ડીએમની ભાષા પણ મર્યાદા ઓળંગી ગઈ હતી, જે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. વીડિયો સોમવારનો છે.


ડીએમે પ્રશાસનની સાથે સહયોગ ન કરવા પર પોલીસ વિરૂદ્ધ પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. ડીએમે રાજ્ય સરકારને પૂર્વના અગરતલા પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી અને કેટલાક ઓન ડ્યૂટી પોલીસ કર્મરીઓને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે, જેને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશની અવગણના કરી હતી.