કહેવાય છે કે, ધારાસભ્ય જે અંબાજગનને અન્ય બીમારીઓ હતી. તેમને કિડની સાથે જોડાયેલ બીમારી પણ હતી. તેમનું શુગર લેવલ પણ હાઈ હતું. તાવ અને શ્વાસ લેવામાં મુશ્કેલીની ફરિયા બાદ હોસ્પિટલમાં ભારતી કરાવવામાં આવ્યા હતા. ત્યાં તેમનો કોરોના ટેસ્ટ થયો, જે પોઝિટિવ આવ્યો હતો.
રેલા ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે, જે અંબાજગનની તબીયત સોમવારે સાંજે વધારે ખરાબ થઈ ગઈ હતી. તેમનું હૃદય યોગ્ય રીતે કામ કરી રહ્યું હતું. તેમને આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. બુધવારે સવારે તેમનું નિધન થયું.
તમિલનાડુ બીજું એવું રાજ્ય જ્યાં સૌથી વધારે કેસ
મહારાષ્ટ્ર બાદ દેશમાં સૌથી વધારે કેસ તમિલનાડુમાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં 34,914 કોરોનાના કેસ સામે આવ્યા છે. તેમાં 307 લોકોના મોત થયા છે. 18 હજાર લોકો સાજા થઈને ઘરે ગયા છે. જ્યારે 16 હજાર લોકોની હજુ પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસમાં ચેન્નઈ અને આસપાસના જિલ્લાનો હિસ્સો 75 ટકા જેટલો છે.