સરકારે શનિવારે લોકોને સલાહ આપી કે રવિવારે વડાપ્રધાન મોદીની અપીલ મીણબત્તી કે દીવા પ્રગટાવતા પહેલા આલ્કોહોલવાળા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ ન કરે. કારણ કે આલ્કોહોલવાળા સેનિટાઈઝર જ્વલનશીલ હોય છે.
પીએમ મોદીએ શુક્રવારે વીડિયો સંદેશ દ્વારા દેશવાસીઓને અપીલ કરતા કહ્યું હતું કે, આ રવિવારે 5 એપ્રિલે આપણે બધાએ સાથે મળીને કોરોના સંકટને અંધકારને પડકાર આપવાનો છે. આ પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે. આ 5 એપ્રિલે આપણે 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિનું જાગણ કરવાનું છે. આ સમય દરમિયાન ઘરની તમામ લાઈટ બંધ કરશો, ચારેય બાજુએ જ્યારે દરેક વ્યક્તિ એક એક દીવો પ્રગટાવશે ત્યારે પ્રકાશની એ મહાશક્તિનો અનુભવ થશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દર્દીઓની સંખ્યા 3,671 થઈ ગઈ છે. આ સંખ્યા covid19india.org વેબસાઇટ પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 525 દર્દીઓ વધ્યાં છે. અત્યાર સુધીનો આ સૌથી વધારે આંકડો છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 3072 થઈ ગઈ છે. જેમાંથી 213 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યાં છે અને 75 દર્દીઓના મોત નીપજ્યાં છે.