રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર થમી નથી રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.  રાજ્યમાં પ્રથમ વખત 8 હજારથી વધુ કેસ નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચી ગયો છે.  કોરોનાના આવા કપરા કાળમાં તમારે શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલના વિભાગીય નાયબ નિયામક ડો. જયેશ પરમારે કેટલીક ખાસ સલાહ આપી છે. આવો જાણીએ તેમણે કોરોનાથી બચવા માટે શું સલાહ આપી છે.



  • કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે એટલે ગભરાવું નહીં.

  • પોઝિટિવ વિચારો અને ઝડપથી સાજા થવાનું વિચારવું.

  • SPO2/ઓક્સિજન લેવલ જાળી રાખવા કપૂરની એક ગોળી લેવી.

  • ઓક્સિજન લેવલ જાળવવા એક ચમચી રાઈ અને મીઠું અડધી ચમચી લેવું.

  • અજમો અડધી ચમચી, તેની પોટલી બનાવીને સૂંઘવી.

  • રાઈ અને મીઠાનો નાસ લેવો.

  • રાઈ-મીઠાને ગરમ પાણીમાં નાંખીને દિવસમાં વરાળનો નાસ લેવો.

  • રાઈ-મીઠાનો નાસ ક્યારેય ગરમ પડતો નથી.

  • રાઈ-મીઠાની તીવ્ર અસર નાસિકા રંધ્રો પર થતી નથી.

  • કોરોનામાં ફેફ્સામાં ચેપ વધુ લાગતો હોવાથી સરસીયું તેલ અને અજમો, મીઠું, કપૂર નાંખી, તેલ ગરમ કરવું.

  • છાતીમાં નીચેથી ઉપર તરફ અને વાંસામાં માલિશ કરીને શેક કરવાથી ફાયદો થાય.

  • હળદર અને મીઠું નાખી દિવસમાં ત્રણથી ચાર વાર કોગળા કરવા.

  • ગળામાં ખારશ કે કફ હોય તેવું લાગે તો એક ચમચી આદુના રસમાં ચપટી હળદર અને 5થી 7 ટીપાં મધ નાખીને પી જવું, તેની ઉપર બીજું કશું પીવું નહીં.

  • આ ન ફાવે તો હળદર અને મધ મિક્સ કરી ચાટવું.

  • પુષ્કણ પ્રમાણમાં પ્રવાહી લેવું.

  • લીંબુ સરબત, મોસંબીનો જ્યૂસ, નાળિયેર પાણી, દાડમનો રસ લઈ શકાય.

  • કોરોના થવાથી અગ્નિ મંદ હોય છે જેથી હળવો અને સુપાચ્ય ખોરાક લેવો.

  • આખો દિવસ ગરમ પાણી પીવું.