સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની વાયુસેનાએ અભિનંદનને સોંપવાના કાર્યક્રમમાં બે વખત ફેરફાર કર્યો હતો. મોડું થવાનું કારણ એ પણ જાણવા મળ્યું હતું કે, મૂક્તિ પહેલા અભિનંદનના નિવેદનનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવે છે કે રેકોર્ડ વીડિયોમાં પાકિસ્તાનની જરૂરત પ્રમાણે એડિંટિંગ એટલે કે કટ્સ મૂક્યા છે.
જ્યારે વિંગ કમાન્ડર અભિનંદરને ભારત પરત ફર્યા બાદ માર્શલ આરજીકે કપૂરે કહ્યું હતું કે, અમને ખુશી છે કે વિંગ કમાન્ડર અભિનંદનને અમને સોંપવામાં આવ્યો છે. આખી પ્રક્રિયા વાયુસેનાના ઓપરેટિવ્સ અનુસાર કરવામાં આવી હતી. તેમનું ઝિણવટ ભર્યું તબીબી તપાસ માટે લઇ જવામાં આવ્યા હતા. કારણ કે તેઓ વિમાનમાંથી પડ્યા હતા.
ઉલ્લેખનીય છેકે, અભિનંદનની મુક્તિ માટે બંને દેશ વચ્ચે કાગળની પ્રક્રિયા કરવામાં આવી હતી. ખતરાને ધ્યાનમાં રાખીને વાઘા બોર્ડર વિસ્તારમાં બીએસએફ તરફથી સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો એરફોર્સના ટોચના અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચી ગયા છે.