કેરળમાં જીકા વાયરસના 14 કેસ સામે આવ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે શુક્રવારે જાણકારી આપી અને જણાવ્યું કે, વાયરસના સંક્રમણને રોકવા માટે યોજના તૈયાર કરી દેવાઇ છે.
દિલ્લીના સેન્ટ સ્ટીફન હોસ્પિટલના પૂર્વ ડાયરેક્ટર અને જન સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડોક્ટર મેથ્યૂ વર્ગીઝે કહ્યું કે, જીકા વાયરસનું સંક્રમણ એરરોસોલ અથવા સંપર્કમાં આવવાથી નથી ફેલાતું તેથી આ સમયે જીકા વાયરસ ચિંતાનું કારણ નથી. ઉલ્લેખનિય છે કે, કેરળમાં સંક્રમણના 14 કેસ સામે આવી ચૂક્યાં છે.
જીકા વાયરસ સંપર્ક અથવા એરરોસોલથી નથી ફેલાતો
તેમણે કહ્યું કે, “જીકા વાયરસ એરરોસેલ અથવા સંપર્કથી નથી ફેલાતો. તે મચ્છર કરડવાથી ફેલાય છે. આ અલગ મહામારી રોગ વિજ્ઞાન છે. આ વાયરસ વિષે જાણ્યાં વિના ખોટો ભય લોકોમાં ન ફેલાવો જોઇએ”.
કેરળમાં જીકા વાયરસના 14 કેસ નોંધાયા બાદ રાજ્ય સરકારે બધા જિલ્લાને એલર્ટ આપ્યું છે. તેમજ વાયરસને રોકવા માટે એક યોજના બનાવવામાં આવી છે. કેરળમાં વિશેષ રીતે પ્રેગ્નન્ટ મહિલામાં આ વાયરસના સંક્રમણની પુષ્ટી થઇ છે.
વાયરસની તેજ ગતિથી મ્યુટેશન વિશે વાત કરતાં સ્વાસ્થ્ય નિષ્ણાતે કહ્યું કે,વાયરસનું મ્યુટેશન એક સામાન્ય ઘટના છે. વાયરસ તેનું સ્વરૂપ બદલતાં રહે છે. તે સામાન્ય પ્રક્રિયા છે. અસામાન્ય નથી. વાતાવરણમાં વિભિન્ન પ્રકારના વેરિયન્ટ માટે સાવધાન અને તૈયાર રહેવું પડશે.
હાલ પર્યટક સ્થળો ખૂલતા મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ડોક્ટર વર્ગીઝે કહ્યું કે, મહામારીના સમયમાં સામાજિક અંતર અને માસ્ક સહિતના કોવિડના નિયમોનું પાલન થવું જોઇએ.આ રીતે જ તેનું સંક્રમણ રોકી શકાશે.