નવી દિલ્હી: લોકડાઉન વચ્ચે દેશમાં 25 મેથી ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પૂરીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, યાત્રીઓ માટે સ્પેશિયલ ઑપરેટિંગ પ્રોસિજર મંત્રાલલ દ્વારા અલગથી જાહેર કરવામાં આવી છે.

દેશમાં 31 મે સુધી લોકડાઉન-4 લાગુ કરવામાં આવ્યું છે પરંતુ તેની વચ્ચે ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, “25 મેથી ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે. તમામ એરપોર્ટને 25 મેથી સેવા આપવા માટે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. ”


આ અગાઉ 15 મેના રોજ એરપોર્ટ અથોરિટી ઑફ ઈન્ડિયાએ યાત્રીઓ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા હતા. જેમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી, વેબ ચેકઈન કરવું અને બોર્ડિંગ પાસની પ્રિન્ટ આઉટ લાવવું ફરજીયાત જેવી સૂચના આપવામાં આવી છે.