ચીનથી આવે છે API
જોકે તે બનાવવા માટે જરૂરી કાચો માલ એટલે કે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇનગ્રીડિયન્ટ્સ (API)ની કિંમતમાં ભારે ઉછાળો આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતમાં આ API મોટેભાગે આયાત ચીનથી કરવામાં આવે છે અને તેના પર ભારતીય દવા બાનવતી કંપનીઓ નિર્ભર છે.
ઇતોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, આ APIથી ડેક્સામેથાસોનનું ઉત્પાદન ઓછી કિંમત પર થઈ શકે છે. આ સ્ટેરોઈડ ફેફ્સા અને શ્વાસ સાથે જોડાયેલ બીમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાય છે.
ભારતમાં ઝાયડસ કેડિલા અને વોકહાર્ટ ફાર્મા જેવી કંપનીઓ આ દવા બનાવે છે. જ્યારે નિષ્ણાંતોનું માનવું છે કે, આ દવાના સફળ ઉપયોગથી આવનારા દિવસોમાં API આયાત કિંમતમાં 30 ટકા જેટલો ઉછાળો આવી શકે છે.
100-200 રૂપિયામાં એક દિવસનો ડોઝ
રિપોર્ટ અનુસાર તેના APIની કિંમત બજારમાં 55-65 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી છે. જોકે ભારતમાં પહેલાથી જ કેટલીક ગંભીર કોરોના દર્દીઓ પર આ સ્ટેરોઈડના હલ્કા વર્ઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક અંદાજ પ્રમાણે તેના એક દિવસના ડોઝની કિંમત 100-200 રૂપિયા આસપાસ છે.