Dowry Study: તાજેતરમાં જ વર્લ્ડ બેન્કની એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતના ગામડાઓમાં દહેજ પ્રથાના કેસોમાં કમી આવી છે. જોકે, આ દહેજ પ્રથાના જુદાજુદા કેસો હજુ પણ સામે આવી રહ્યાં છે. રિપોર્ટ્સ અનુસાર, તપાસકર્તાઓએ 1960થી લઇને 2008 સુધી ગ્રામીણ ભારતમાં થયેલા 40 હજાર લગ્નો પર સ્ટડી કરી છે.  


તેમને દાવો કર્યો છે કે 95 ટકા લગ્નોમાં દહેજ આપવામાં આવ્યુ, જ્યારે વર્ષ 1961માં દહેજ પ્રથાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી ચૂક્યુ છે. તેમને એ પણ કહ્યું કે દહેજ પ્રથાના કારણે ઘણીવાર ઘરેલુ હિંસા પણ થાય છે. જેના કારણે પીડિતાઓઓના મોત પણ થઇ જાય છે. ભારતના 17 રાજ્યો પર આ સ્ટડી કરવામાં આવી છે.  


બે પરિવારોની વચ્ચે લેવડદેવડનું અંતર વધારે-
તપાસકર્તાઓએ પોતાની સ્ટડી માટે એવા રાજ્યોની પસંદગી કરી, જ્યાં 96 ટકા લોકો ગ્રામીણ છે. તેમને પોતાની સ્ટડી માટે ગ્રામીણ ભારત પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. શોધકર્તાઓએ પોતાની સ્ટડીમાં દુલ્હનના પરિવાર તરફથી દુલ્હો કે પછી તેના પરિવારને આપવામાં આવેલા ઉપહારોના મૂલ્યમાં ખુબ અંતર રહ્યું. તેમને બતાવ્યુ કે- જ્યાં કોઇ દુલ્હાનો પરિવાર દુલ્હનના પરિવારને ઉપહાર પર આપવા માટે એવરેજ 5,000 રૂપિયા ખર્ચ કરે છે. વળી દુલ્હનના પરિવાર તરફથી આપવામાં આવેલા ઉપહારની કિંમત સાત ગણી વધારે હોય છે, જે લગભગ 32 હજાર રૂપિયા છે. આ અંતર ખુબ મોટી છે, અને વર્ષોથી આ પેટર્નનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 


આ બે રાજ્યોમાં દહેજ પ્રથા હજુ પણ ચાલુ.......
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં બે એવા રાજ્યો છે, જ્યાં દહેજ પ્રથા હજુ પણ ચાલુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે- કેરાલામાં 1970ના દાયકાથી દહેજ આપવાનુ ચલણ સતત છે અને ઝડપથી વધી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં સૌથી વધુ એવરેજ દહેજ અહીં લેવાયુ અને અપાયુ છે. આગળ કહેવામાં આવ્યુ કે પંજાબમાં પણ લગ્નોમાં લેવડદેવડના કેસો સતત વધી રહ્યાં છે. જોકે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને મહારાષ્ટ્ર રાજ્યોમાં છેલ્લા કેટલાક વર્ષોથી એવરેજ દહેજમાં કમી આવી છે.