મુંબઇઃ જે દિવસે વ્યક્તી નોકરીમાથી રિટાયર થાય છે, તે દિવસ તેના જીવનનો ધણી રીતે યાદગાર હોય છે. તે દિવસે વ્યક્તિના લાંબા સફરને અંત આવે છે. ધણી યાદો લઇને તે પોતાના લોકોની વચ્ચે પરત ફરે છે. મહારાષ્ટ્રના અલોકા જિલ્લામાં દિગંબર ઠાક માટે આ દિવસ એવો ખાસ બન્યો કે દરેક લોકોની જીભે તેની જ ચર્ચા છે.


દિગંબર ઠાકના રિટારમેન્ટના દિવસે કંઇક એવું થયું કે, તેના જેવું બીજુ કોઇ ઉદાહરણ નથી મળતું, સોમવારના દિવસે દિવંબર ઠાકની ઓફિસમાં છેલ્લો દિવસ હતો. તેની ફેરવેલ પાર્ટી હતી. લોક ત્યારે જોતા રહી ગયા જ્યારે તેના બૉસ કલેક્ટર જી. શ્રીકાંત ખુદ ગાડી ચલાવીને દિગંબર ઠાકને ઘરેથી ઓફિસ લઇને ગયા.

જિલ્લા કલેક્ટર જી. શ્રીકાંત પોતાના ડ્રાઇવરને ફક્ત ડ્રાઇવ કરીને જ ઑફિસને નહોતા લાવ્યા પરંતું ગાડીને ફુલોથી સમગારી પણ હતી. જિલ્લા કલેક્ટરના આ કામના ખૂબ વખાણ થઇ રહ્ય છે.

ઉલ્લેખનીય છે કે, દિગંબર ઠાક પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડ્રાઇવર હતો. તેમણે નોકરી કરતા એક, બે નહી પરંતું 18 કલેક્ટરો માટે ગાડી ચલાવી હતી. અને તેમને ઑફિસ અને ઘરે પહોચાડવાનું કામ કર્યું હતું. હવે તે 58 વર્ષની ઉમરે રિટાયર થઇ રહ્યા છે.

જ્યારે દિગંબર ઠાક રિટાયર થયા ત્યારે જી.શ્રીકાંતે નક્કી કર્યું કે, ઠાકને યાદગાર વિદાય આપવામાં આવે. શ્રીકાંતે જણાવ્યું હતું ક, દિગંબર ઠાકે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે યોગદાન આપ્યું છે તે શાનદાર છે.