નવી દિલ્લીઃ ઇન્ડિયન એરફોર્સે પોતાના એક અધિકારીના સુસાઇડ કેસની તપાસ શરૂ કરી દીધી છે. વિંગ કમાન્ડર રાજેશ તિવારીને ખરાબ ફાયરિંગ સ્કિલ્સ માટે વેસ્ટર્ન એર કમાન્ડ ચીફ એર માર્શલ એસબી દેવે ફટકાર લગાવી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, કથિત રીતે આ ફટકાર બાદ એસબી દેવે પોતાની સરકારી ગાડીમાં જ આત્મહત્યા કરી લીધી હતી. જોકે, એસબી દેવે પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. ઘટના ગયા સપ્તાહની છે. સિરસા એરફોર્સ સ્ટેશનમાં આ ઘટના બની હતી. એરફોર્સના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, 25 ઓક્ટોબરના રોજ કેટલાક અધિકારીઓને સિક્યોરિટી ડ્રીલ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જ્યારે રાજેશ તિવારીને સૌની સામે ધમકાવવામાં આવ્યા તો તેઓ ખૂબ દુખી થયા અને ડિસ્ટર્બ થઇ ગયા હતા. એરફોર્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તિવારીના મોતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.