દીપિકાના મુંબઈ પહોંચતા પહેલા તેના ઘરની બહાર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, દાદર પોલીસ સ્ટેશનની એક ટીમ સુરક્ષાના કારણોસર પ્રભાદેવીમાં બ્યોમોન્ડે ટાવર્સની બહાર તૈનાત કરવામાં આવી છે. જ્યાં દીપિકાનો એપાર્ટમેન્ટ છે.
એનસીબીની તપાસમાં સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ સહિત અનેક બોલિવૂડ સેલેબ્સનું નામ સામે આવ્યું છે. તમામ સેલેબ્સને સમન્સ મોકલવામાં આવ્યા છે.
દીપિકા પાદુકોણને એનસીબી દ્વારા 25 સપ્ટેમ્બરે હાજર થવાની નોટિસ આપી હતી પરંતુ હવે અહેવાલ છે કે દીપિકા એનસીબી સામે 26 સપ્ટેમ્બરે હાજર થશે. રકુલ પ્રીત આવતીકાલે એનસીબી સામે હાજર થશે, જ્યારે સારા અને શ્રદ્ધા કપૂર 26 સપ્ટેમ્બરે હાજર થશે.
સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં સીબીઆઈ દ્વારા રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. રિયાએ અનેક નામોનો ખુલાસો કર્યો હતો. તેના બાદ પૂછપરછ કરતા એક પછી એક અનેક નામનો ખુલાસો ડ્રગ્સ કેસમાં થઈ રહ્યો છે. આ મામલે એનસીબી સતત બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને સમન્સ પાઠવી રહી છે.