મુંબઈ:  નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપીના દિગ્ગજ નેતા નવાબ મલિકના જમાઈ સમીર ખાનની ધરપકડ કરી છે. આ પહેલા તેને પૂછપરછ પર એનસીબીએ સમન્સ પાઠવ્યું હતું. ડ્રગ પેડલર કરણ સજનાનીની પૂછપરછમાં સમીરનું નામ સામે આવ્યું હતું.


સમીર ખાનને બુધવારે એનસીબી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. વિગતવાર તપાસ બાદ એનસીબીએ તેની ધરપકડ કરી છે. સમીરને આજે સવારે લગભગ 10 વાગ્યે દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટ સ્થિત એનસીબીના કાર્યાલયમાં પ્રવેશતો જોવા મળ્યો હતો.

સૂત્રો અનુસાર, ડ્રગ્સ મામલે એક આરોપી અને તેની વચ્ચે 20 હજાર રૂપિયાની કથિત ઓનલાઈન લેવડ દેવડનો સામલો સામે આવ્યા બાદ એજન્સીએ તેની તપાસ કરી હતી. આ મામલે બ્રિટિશ નાગરિક કરણ સજનાની અને બે અન્ય લોકોની ગત સપ્તાહે 200 કિલો ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી.