બાડમેરઃ ડીએસપી હીરાલાલ સૈની કાંડ બાદ રાજસ્થાન પોલીસની છબી વધુ એક વખત ખરડાઈ છે. સોશિયલ મીડિયા પર હાલ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં મહિલા બાડમેર પોલીસના એક એએસઆઈ પર દુષ્કર્મનો આરોપ લગાવી રહી છે. મામલો સામે આવ્યા બાદ એસપી આનંદ શર્માએ તપાસના આદેશ આપ્યા છે.


મહિલાનો આરોપ છ મહિના પહેલા થયો હતો બળાત્કાર


ઓડિયો મેસેજમાં મહિલા આરોપ લગાવી રહી છે કે બાડમેર પોલીસના એક એએસઆઈએ છ મહિના પહેલા તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન મહિલા આપવીતી સંભળાવી રહી છે. તે એમ પણ કહી રહી છે કે ઘટના બાદ તેના પરિવારજનોએ પણ સાથ નહોતો આપ્યો. તેથી હવે સરકારમાં ન્યાયની આશા નથી. ઓડિયો વાયરલથયા બાદ બાડમેર એસપી આનંદ શર્માએ મામલાની તપાસ આદેશ આપ્યા છે. હવે યુવતીનું નિવેદન લીધા બાદ રિપોર્ટ સોંપવામાં આવશે.


હીરલાલ સૈની કાંડથી થયું હતું નીચા જોણું


તાજેતરેમાં રાજસ્થાન પોલીસની ડીએસપી હીરાલાલ સૈની કાંડ પણ ચર્ચામાં રહ્યો હતો. જેમાં ડીએસપી અને મહિલા કોન્સ્ટેબલની વીડિયો ક્લિપ સામે આવી હતી. જે બાદ રાજસ્થાન પોલીસની ઘણી આલોચના થઈ હતી.


યુવક વહેલી સવારે પ્રેમિકાના ઘરે પહોંચ્યો, પ્રેમિકાની મમ્મી સાથે માણી રહ્યો હતો શરીર સુખ ને પ્રેમિકા આવી પહોંચી.........


રાંચીઃ ધુમસા ટોલીમાં પોલીસ જવાન દ્વારા પ્રેમિકા પર ફાયરિંગ કરવાના મામલે નવો વળાંક આવ્યો છે. જાણકારી મુજબ, પ્રેમિકા પર ગોળી ચલાવનારો આરોપી જવાન નવીન શનિવારે ડ્યૂટી પર હતો પરંતુ તે ડ્યૂટી છોડીને પ્રેમિકાની માતાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. તે સમયે પ્રેમિકા ઘરે નહોતી અને થોડીવાર બાદ જ્યારે પ્રેમિકા ઘરે પહોંચી ત્યારે પ્રેમીને માતા સાથે આપત્તિનજક હાલતમાં જોઈ લીધો હતો.


જેના પર તે ભડકીને શોરબકોર કરવા લાગી હતી. આ જોઈ પહેલા જવાને પ્રેમીને સમજાવાની કોશિશ કરી હતી પરંતુ તેનો ગુસ્સો શાંત થવાનું નામ જ નહોતો લેતો. જેના કારણે પ્રેમિકા પર ફાયરિંગ કર્યુ હતું. જેમાં ગોળી નિશાન ચૂકી જતાં દિવાલમાં અથડાઈ હતી. જે બાદ તે ત્યાંથી ભાગી નીકળી હતી અને ફાયરિંગનો અવાજ સાંભળા મહોલ્લાના લોકો એકઠાં થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.


ફાયરિંગની ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. જેની પાસેથી સરકારી હથિયાર જપ્ત કરવામાં આવ્યું હતું. ફાયરિંગની સૂચના મળતાં જ પેટ્રોલિંગમાં રહેતા પોલીસે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી હતી.