શપથ ગ્રહણ અગાઉ ભાવુક થયા દુષ્યંત, કહ્યું- પિતાની હાજરીથી મને તાકાત મળશે
abpasmita.in | 26 Oct 2019 09:06 PM (IST)
શપથ ગ્રહણ અગાઉ દુષ્યંતે ભાવુક થઇને કહ્યું કે, પિતાની હાજરીથી મને તાકાત મળશે
નવી દિલ્હીઃ જનનાયક જનતા પાર્ટીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલાને તિહાડ જેલમાંથી 14 દિવસની રજા મળી ગઇ છે. તે સોમવારે જેલમાંથી બહાર આવશે. દુષ્યંતે શુક્રવારે તેમની સાથે મુલાકાત કરી હતી. શપથ ગ્રહણ અગાઉ દુષ્યંતે ભાવુક થઇને કહ્યું કે, પિતાની હાજરીથી મને તાકાત મળશે. દુષ્યંતે કહ્યુ કે, શુક્રવારે ચૂંટણી આચાર સંહિતા ખત્મ થયા બાદ મારા પિતાને 14 દિવસની ફરલો (જેલમાંથી રજા) મળી ગઇ છે. તેમની હાજરીથી મને તાકાત મળશે. મારા માટે આ ખૂબ ખુશીની વાત છે. હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ શનિવારે ભાજપને રાજ્યમાં નવી સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપ્યું છે. શપથગ્રહણ સમારોહ આવતીકાલે બે વાગ્યે થશે. જેજેપીના નેચા દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે.