નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપનું કેંદ્ર બિંદુ હરિયાણાના સોનીપતમાં છે. ભૂકંપની તીવ્રતા 3.5 માવવામાં આવી છે. બપોરે 3.37 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા દિલ્હી-એનસીઆરમાં અનુભવાયા છે.

હરિયાણાના સોનીપતમાં આવેલા ભૂકંપના આંચકા દિલ્હી-એનસીઆરમાં ઉંચી બિલ્ડીંગમાં રહેતા લોકોએ વધારે અનુભવ્યા. મોટાભાગના લોકો ઝડપથી ઘરની બહાર નિકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હી ભૂકંપના કારણે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.