નવી દિલ્હી: ગૂડ્સ અને સર્વિસ ટેક્સ(જીએસટી)ને એક પૂર્ણ થવાના અસવર પર મોદી સરકાર આજે ‘જીએસટી’ દિવસ તરીકે ઉજવી રહી છે. મોદી સરકારે ગત વર્ષે 1 જુલાઈએ જીએસટી વ્યવસ્થા લાગુ કરી હતી. જીએસટીને આઝાદી બાદ દેશની સૌથી મોટી કર સુધાર પ્રણાલી ગણાવામાં આવી રહી છે. જીએસટી લાગુ કરવાનો હેતું ‘એક દેશ-એક ટેક્સ’ની પ્રણાલી છે. જ્યારે બીજી તરફ સુરત અને યૂપીના કાનપુર સહિત દેશના અનેક જગ્યાએ વેપારીઓ વિરોધ પ્રદર્શન કરશે. શનિવારે પણ વેપારીઓનો વિરોધ જોવા મળ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અને બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ જીએસટીની ઉપબલ્ધિઓ ગણાવીય રહ્યાં છે. જ્યારે વિપક્ષ સતત જીએસટીને લઇને ખામીઓ ગણાવી રહી છે. કૉંગ્રેસ સહિત અન્ય વિપક્ષ પાર્ટીનું કહેવું છે કે જીએસટી તૈયારી વગર લાગુ કરવામાં આવી હતી જેનાથી વેપારીઓની કમર તોડી દીધી છે. વિપક્ષે જીએસટીમાંથી 28 ટકા સ્લેબ ખતમ કરવાની માંગ કરી હતી.
પીએમ મોદીએ ટ્વીટ કરી રહ્યું કે નવા કાયદાથી વિકાસ , સરળતા અને પારદર્શિતા આવી છે. આ સંગઠિત વેપાર અને ઉત્પાદનને વધારો આપે છે. વેપારને ગતિ આપે છે. તેનાથી લઘુ અને મધ્ય ઉદ્યોગોને લાભ થઈ રહ્યો છે.
દિલ્હીના જનપથ સ્થિત ડૉક્ટર આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં જીએસટીની દિવસ ઉજવવામાં આવ્યો. કેન્દ્રિય મંત્રી અરુણ જેટલી આ અવસર પર વીડિયો કોન્ફ્રેન્સથી લોકોને સંબોધન કર્યું. કેન્દ્રિય રેલમંત્રી પીયૂષ ગોયલ પણ મંચ પર ઉપસ્થિત રહ્યા.


બીજી તરફ વેપારીઓ આજે વિરોધ દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે. કાનપુરમાં વેપારીઓ અનોખી રીતે જીએસટીનો વિરોધ કરી રહ્યા છે. આ વેપારીઓ ઘંટાઘર પાસે ભારત માતાની મૂર્તિ પાસે ભેગા થઈને બેલ વગાડીને વિરોધ જતાવ્યો.

નાણા મંત્રાલયે શનિવારે કહ્યું કે સરકાર પહેલી જુલાઈએ સરકાર જીએસટી દિવસ તરીકે ઉજવશે. દેશમાં ગત વર્ષે 2017માં પહેલી જુલાઈએ જીએસટી લાગુ કરવામાં આવી હતી. સંસદના કેન્દ્રીય કક્ષમાં 30 જૂન અને પહેલી જુલાઈ 2017ના રોજ મધ્ય રાતે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઉપસ્થિતિમાં જીએસટીને દેશમાં લાગુ કરવામાં આવી હતી.