Earthquake in Himachal: વર્ષ 2022 ના અંતિમ દિવસે હિમાચલ પ્રદેશના મંડીમાં ફરી એકવાર ધરતી હલી છે, અહીં આવેલા ભૂકંપના ઝટકાની રિએક્ટર સ્કેલ પર તીવ્રતા 2.8 માપવામાં આવી છે. આ ભૂકંપના ઝટકા જિલ્લા મંડીના નાલૂમાં આવ્યા છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.80 માપવામાં આવી છે. ભૂકંપ સવારે 5 વાગીને 51 મિનીટ પર આવ્યો છે. આ ભૂકંપના ઝટટકા જમીનની અંદર પાંચ કિલોમીટર અંદર આવ્યા. જોકે, રાહતની વાત એ છે કે, આ ભૂકંપના કારણે કોઇ જાન-માલને નુકશાન નથી પહોંચ્યુ.
16 નવેમ્બરે પણ મંડીમાં આવ્યો હતો ભૂકંપ -
આ પહેલા 16 નવેમ્બરે પણ મંડી અને કુલ્લૂમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, 3 ડિસેમ્બરે ચંબામાં રાત્રે 12:38 પર ભૂકંપ આવ્યો હતો, 16 ડિસેમ્બરે પણ કિન્નોરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, તે સમયે ભૂકંપની તીવ્રતા 3.40 માપવામાં આવી હતી.
ભૂકંપ થવાના કારણો કયાં હોઈ શકે ?
સીસ્મોમીટર કે સીઝમોગ્રાફ નામે ઓળખાતા ભૂકંપ માપક યંત્ર દ્વારા ધરતીકંપ મપાય છે. જે તે ક્ષણની તીવ્રતા મપાય છે અથવા વધુ પ્રચલિત એવા રિકટર સ્કેલમાં તેને મપાય છે. જયારે ભૂકંપ બિંદુ (એપી સેન્ટર) દરિયામાં કયાંય દૂર હોય ત્યારે ઘણી વખત દરિયાનું તળ એટલું ખસે છે કે તેનાથી સુનામી પેદા થાય છે.
પૃથ્વીના પડોમાં અચાનક ઉર્જા મુકત થવાથી ધ્રુજારીનાં કંપનોને ધરતીકંપ કહેવાય છે, ૩ અથવા તેથી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપ મોટાભાગે અતિ સૂક્ષ્મ હોવાથી નોંધાતા નથી. જયારે ૭ ની તીવ્રતા વાળા ભૂકંપ ગંભીર નુકશાન પહોચાડે છે.
પૃથ્વી પર ૭૦ ટકા પાણી ને બાકી જમીન હોવાથી દરિયા અને જમીન તળમાં થતાં ફેરફારને કારણે ભૂકંપ આવી શકે છે એ ફેરફારના ઉદગમ સ્થાનને ભૂકંપ બિંદુ કહેવાય છે. ભૂ-સ્તરોમાં ફેરફાર કે અથડામણને કારણે ભૂ-કંપ આવે છે
જવાળામુખી ધરાવતાં વિસ્તારોમાં વારંવાર ભૂકંપ આવે છે. મુખ્ય આંચકા બાદ આવતા નાના નાના આંચકાને કહેવાય છે ‘આફટર શોક’
ઘણી વાર તોફાનો, સુનામી, મોજાઓનું તટવર્તી તોફાન અને દાવાનળ જેવી તમામ ઘટનાઓ ધરતીના ઢોળાવને અસ્થિર બનાવે છે, અમુક જગ્યાએ તો હારબંધ ભૂકંપો થાય છે. આ ઉપરાંત પણ બીજા ઘણા કારણોસર ભૂંકપના સામાન્ય હળવા ઝટકા અનુભવાય છે.