ભુવનેશ્વર: ઓડિશાના ગજપતિ અને ગંજામ જિલ્લામાં 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. ભુવનેશ્વરના હવામાન વિજ્ઞાન કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું કે, ગજપતિમાં શનિવારે સવારે સાત વાગ્યે 10 મિનિટ પર 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
હવામાન વિજ્ઞાન કાર્યાલયે પોતાના સત્તાવાર ટ્વિટર પોસ્ટ દ્વારા જણાવ્યું કે, “ભૂકંપનું કેન્દ્ર ગંજામ જિલ્લાના પરિભેટા અને તાંડીગુડા વિસ્તાર નજીક હતું. જે આર ઉદયગિરી વિસ્તાર પાસે છે.”
ભૂકંપના આંચકા ગંજામ જિલ્લાના પાત્રપુર અને ગજપતિ જિલ્લાના મોહના વિસ્તારમાં અનુભવાયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “ગજપતિ જિલ્લાના આર ઉદયગિરી બ્લોકમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.”
ઓડિશાના ગંજામ અને ગજપતિ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Aug 2020 04:37 PM (IST)
ભુવનેશ્વરના હવામાન વિજ્ઞાન કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું કે, ગજપતિમાં શનિવારે સવારે સાત વાગ્યે 10 મિનિટ પર 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -