દિલ્લી-હરિયાણામાં 3.5ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
abpasmita.in | 22 Aug 2016 11:17 AM (IST)
નવી દિલ્લીઃ આજે દિલ્લી અને એનસીઆરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા. હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તિવ્રતા 3.5 નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેંદ્રબિંદુ હરિયાણાના મહેંદ્રગઢમાં હતું. ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા જ ઊંચી ઈમારતોમાં રહેલા લોકો નીચે દોડી આવ્યાં હતા.