નવી દિલ્લી: સોમવારે દિલ્લી કોર્ટ જીગીશા ઘોષ મર્ડ કેસના દોષિતે સજા સંભળાવી છે. જેમાં બેને ફાંસી અને એકને આજીવન કેદની સજા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 18 માર્ચ 2009માં 28 વર્ષીય જીગીશા, કે જે એક પ્રાઈવેટ કંપનીમાં ઓપરેશન્સ મેનેજર હતી, તેનું અપહરણ કરી, લૂંટ કરીને તેની હત્યા કરી હતી.
જીગીશાને તેની ઓફિસની ગાડીએ વહેલી સવારે 4 વાગ્યે તેના ઘર પાસે તેને ઉતારી હતી. જ્યારે રવિ કપૂર, અમિત શુક્લા અને બલજીત સિંહ મલિકે તેના સોનાના દાગીના, બે મોબાઈલ ફોન, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ લૂંટી લીધા હતા.
તેની લાશ વસંત વિહારના તેના ઘરેથી 20 કિમી દૂર હરિયાણાના સુરજકુંડ પાસે મળી આવી હતી.
હત્યાના એક અઠવાડિયામાં જ પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.