દિલ્હી-એનસીઆર, યુપી, બિહાર, ઉત્તરાખંડ અને હરિયાણા સહિત દેશના ઘણા ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અચાનક આવેલા ભૂકંપના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. હાઈ રાઈઝ સોસાયટીમાં લોકો એકઠા થયા હતા. ભૂકંપના આંચકા રાત્રે 11.32 કલાકે અનુભવાયા હતા.
માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ભૂકંપ જમીનથી 10 કિમી નીચે આવ્યો હતો.
ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈક સમયે અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણાને લીધે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાને કારણે અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે પૃથ્વી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માની લઈએ છીએ.
ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો
- ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
- મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
- ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
- ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
- કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
- પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
- આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
- લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
- પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
- લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
- નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
- સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
- ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
- આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.