Earthquake: દિલ્હી-એનસીઆર, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના સામાન્ય ઝટકા અનુભવાયા છે. રિએક્ટર સ્કેલ પર આની તીવ્રતા 3.6 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની નજીક હતુ.
નેપાલમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અહીં બપોરે 1.30 મિનીટ પર 4.4 રિએક્ટર સ્કેલનો ભૂકંપ માપવામા આવ્યો. ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના પિથૌરાગઢથી 143 કિલોમીટર પૂર્વ રહ્યુ છે, આની ઉંડાઇ જમીનથી 10 કિમી નીચે હતી.
નેપાલમાં છેલ્લા કેટલાય મહિનાઓથી સતત ભૂકંપ આવી રહ્યો છે, આના પહેલા 24 જાન્યુઆરીએ નેપાલમાં 5.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ગયા વર્ષે નવેમ્બરમાં નેપાલમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ જોવામાં આવ્યો હતો.
Earthquake Alert: 'ભારતમાં આવી શકે છે મોટો ભૂકંપ', NGRI ચીફની ચેતવણી – ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે 5 સે.મી. સુધી ખસી રહી છે
India Earthquake Alert: તાજેતરના તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ હતી. હજારો લોકોએ જીવ ગુમાવ્યા અને લાખો લોકો બેઘર બન્યા. તે જ સમયે, ભારતમાં પણ આવા જ ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે. એક અગ્રણી હવામાનશાસ્ત્રી અને ભૂસ્તરશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે ભારતીય ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે લગભગ 5 સે.મી. આગળ વધી રહી છે, જેના કારણે હિમાલયના લેન્ડમાસમાં તણાવ વધી રહ્યો છે. જાણકારોના મતે આગામી દિવસોમાં મોટો ભૂકંપ આવે તેવી શક્યતાઓ વધી રહી છે.
મંગળવારે (21 ફેબ્રુઆરી) ANI સાથે વાત કરતા, હૈદરાબાદ સ્થિત નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)ના મુખ્ય વૈજ્ઞાનિક અને સિસ્મોલોજિસ્ટ ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે જણાવ્યું હતું કે, "પૃથ્વીની સપાટી વિવિધ પ્લેટો ધરાવે છે, જે સતત ફરતી રહે છે. ભારતીય ટેકટોનિક પ્લેટ છે. દર વર્ષે 5 સેમી પણ આગળ વધે છે. પરિણામે આવનારા દિવસોમાં ધરતીકંપની શક્યતા વધી ગઈ છે."
'ઉત્તરાખંડમાં 18 સિસ્મોગ્રાફ સ્ટેશન છે'
"અમારી પાસે ઉત્તરાખંડમાં 18 સિસ્મોગ્રાફ સ્ટેશનોનું મજબૂત નેટવર્ક છે. આ પ્રદેશને હિમાચલ અને નેપાળના પશ્ચિમ ભાગ વચ્ચેના સિસ્મિક ગેપ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઉત્તરાખંડનો સમાવેશ થાય છે." એનજીઆરઆઈના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું હતું.
6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યો હતો
તમને જણાવી દઈએ કે પશ્ચિમ એશિયાના દેશો તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ છે. આ બંને દેશોમાં અત્યાર સુધીમાં 36 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઘાયલોની સંખ્યા 80 હજારની નજીક પહોંચી ગઈ છે. કાટમાળમાં દટાયેલા લોકોને બચાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે.