ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મીરપૂરથી 15 કિલામીટર દૂર સ્થિત જાટલાનમાં હતું. ભૂકંપના કારણે મીરપૂરમાં રોડ પર મોટી તિરાડો પડી ગઇ છે અને ઘણી ગાડીઓ તેમાં ફસાઇ ગઇ છે. જો કે ભારતના કબજાવાળા કાશ્મીરમાં કોઇ નુકશાન થયું નથી.
દિલ્હી- એનસીઆરમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારત સહિત જમ્મુ કાશ્મીરમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના ઝટકા 4.35 વાગ્યે અનુભવાયા હતા. જેના પગલે લોકોમાં ભયનો માહોલ હતા. જમ્મુ સાથે જ કાશ્મીના રાજોરી અને પૂંછમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
પાકિસ્તાન હવામાન વિભાગના ભૂંકપ સેન્ટરે જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા રેક્ટર 5.8 માપવામાં આવી અને તેનું કેન્દ્ર પંજાબ પ્રાંતમાં પહાડી શહેર ઝોલમની નજીક હતું.
પાકિસ્તાની મીડિયા પ્રમાણે પીઓકેના મીરપુરમાં ભૂંકપથી રસ્તાઓ મોટી મોટી તિરાડ પડી ગઈ છે. મીરપુરમાં ચાર લોકોના મોત થયા હતા.