નવી દિલ્હીઃ દિલ્હી સહિત રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (એનસીઆર)માં છેલ્લા દોઢ મહિનામાં 11મી વાર ભૂંકપ આવ્યો, દિલ્હી-એનસીઆરમાં બુધવારે પણ એક ઓછી તીવ્રતાનો ઝટકો અનુભવાયો હતો. ભૂકંપનુ કેન્દ્ર દક્ષિણ પૂર્વ નોઇડા રહ્યું. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા સિએક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી.
સતત આવી રહેલી ભૂકંપના ઝટકા પાછળ વિશેષજ્ઞોનુ માનવુ છે કે, આગામી દિવસોમાં આ એનસીઆર માટે આ મોટા ખતરાના સંકેત છે. લોકોએ સતર્ક રહેવાની જરૂર છે, કહેવાઇ રહ્યું છે કે દિલ્હી-એનસીઆરમાં ધરતીની અંદર પ્લેટોના એક્ટિવ થવાથી ઉર્જા નીકળી રહી છે. જેનાથી રહી રહીને ઝટકા અનુભવાઇ રહ્યાં છે.
છેલ્લા દોઢ મહિનામાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 11 વાર ભૂકંપના ઝટકા આવી ચૂક્યા છે. આમાના મોટાભાગના ભૂકંપ ઓછી તીવ્રતાવાળા હતા, એટલા માટે આના ઝટકા વધારે ન હતા અનુભવાયા. જોકે શુક્રવારે એટલે કે 29 મેએ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઝટકા મોટા હતા, જેને લોકોને ડરાવી દીધા હતા. આનુ કેન્દ્ર હરિયાણામાં રોહતક હતુ અને રિએક્ટર સ્કેલ પર આની તીવ્રતા 4.5 હતી, આવો જાણીએ છેલ્લા દોઢ મહિનામાં દિલ્હી-એનસીઆરમાં ક્યારે-ક્યારે અને કેટલી તીવ્રતાના ભૂંકના ઝટકા રેકોર્ડ કરવામાં આવ્યા.......
12 એપ્રિલ - 3.5 - દિલ્હી
13 એપ્રિલ - 2.7 - દિલ્હી
16 એપ્રિલ - 2.0 - દિલ્હી
03 મે - 3.0 - દિલ્હી
06 મે - 2.3 - ફરીદાબાદ
10 મે - 3.4 - દિલ્હી
15 મે - 2.2 - દિલ્હી
28 મે - 2.5 - ફરીદાબાદ
29 મે - 4.5 - રોહતક
29 મે - 2.9 - રોહતક
મેટ્રોલૉજી વાઇસ પ્રેસિડેન્ટ, મહેશ પલાવતે કહ્યું કે આવા ભૂકંપથી મોટા નુકશાનની આશંકા રહેતતી નથી, એટલા માટે આવે છે કેમકે દિલ્હીમાં ત્રણ ફૉલ્ટ છે, તે પૉઇન્ટ વધુ એક્ટિવ છે એટલે થાય છે. તેમને કહ્યું કે, મોટા ભૂકંપથી દિલ્હીને મોટો ખતરો છે, આ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં માટે ચેતાવણી પણ છે.
દિલ્હી-એનસીઆરમાં દોઢ મહિનામાં 11મી વાર આવ્યો ભૂંકપ, જાણો શું છે તેના પાછળનુ કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jun 2020 09:45 AM (IST)
છેલ્લા દોઢ મહિનામાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 11 વાર ભૂકંપના ઝટકા આવી ચૂક્યા છે. આમાના મોટાભાગના ભૂકંપ ઓછી તીવ્રતાવાળા હતા, એટલા માટે આના ઝટકા વધારે ન હતા અનુભવાયા. જોકે શુક્રવારે એટલે કે 29 મેએ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઝટકા મોટા હતા
- - - - - - - - - Advertisement - - - - - - - - -