એમ્સ પ્રશાસનના દરવાજા પર બેસેલ નર્સોના ગ્રુપનું કહેવું છે કે ડ્યૂટી દરમિયાન તેમને સતત 6 કલાક સુધી પીપીઈ કિટ પહેરીને કામ કરવું પડે છે. જેના કારણે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહયું છે. કિટ પહેરીને કામ કરવા દરમિયાન તેમને અનેક પ્રકારની મુશ્કલીનો સામનો કરવો પડી રહ્યો છે.
- પીપીઈ કિટ લાંબા સમય સુધી પહેરી રાખવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થાય છે.
- શરીરને નથી મળી શકતી હવા, શ્વાસ લેવાની સમસ્યા.
- માથામાં દુઃખાવો, આંખમાં જલન અને ચામડીના રોગ જેવી મુશ્કેલી.
- મોઢા પર લાગેલ ચશ્મામાંથી કંઈ સ્પષ્ટ દેખાતું નથી.
- અનેક નર્સિંગ સ્ટાફની તબીયત ખરાબ.
- પીપીઈ વારંવાર ઉતારવું શક્ય નથી હોતું માટે સ્વાસ્થ્યકર્મીઓએ ડાયપર પહેરીને કામ કરવું પડે છે.
એવામાં નર્સોની માગ છે કે તેમની ડ્યૂટીનો ગાળો 6 કલાકથી ઘટાડીને 4 કલાક કરવામાં આવે અને તેમની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવે. પોતાની માગને લઈને આ નર્સોએ હોસ્પિટલ પ્રશાસનને પત્ર પણ લખ્યો જેમાં કહ્યું છે કે, જો તેમની માગ પર ધ્યાન આપવામાં નહીં આવે તો તે આ પ્રદર્શન ચાલુ રાખશે. જોકે હોસ્પિટલ પ્રશાસન તરફથી તેમને કોઈ આશ્વાસન મળ્યું નથી.