નવી દિલ્હીઃ પુલવામા હુમલો અને વાયુસેનાની કાર્રવાઈ બાદ લોકસભા ચૂંટણીની તારીખોમાં ફેરફારને લઈને ઉભા થઈ રહેલ સવાલોને ધ્યાનમાં રાખતા મંગળારે ચૂંટણી પંચે પોતાનું વલણ સ્પષ્ટ કર્યં છે. ચૂંટણી પંચે કહ્યું કે, તે હાલમાં દેશના ઘટનાક્રમ પર પોતાની નજર રાખી રહ્યું છે. ચૂંટણી કમિશ્નર લવાસાએ આ બાબતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ચૂંટણી પંચ બંધારણ દ્વારા આપવામાં આવેલ આદેશનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે આગળ કહ્યું કે ચૂંટણી પંચ પુલવામા આતંકવાદી હુમલા અને વાયુસેનાના હવાઇ હુમલા તરીકે સરકારના જવાબ બાદ દેશમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. લવાસા એ પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે શું 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા અને તેના પર સરકારની તરફથી જવાબી કાર્યવાહીના લીધે સામાન્ય ચૂંટણીને લઇ આયોગના કાર્યક્રમ પર અસર પડશે. લવાસા એ કહ્યું કે ચૂંટણી પંચ અત્યાર સુધી થયેલા તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે અને અમારી સંવિધાન દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરવાની જવાબદારી છે.
ચૂંટણી પંચના અધિકારીઓએ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઇ મુંબઇમાં પત્રકાર પરિષદ કરી હતી. લવાસા એ કહ્યું કે અમે અહીં ચૂંટણીની તૈયારીઓને લઇ બે દિવસની સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે તેમણે તમામ રાજકીય પાર્ટીઓની સાથે મીટિંગ કરી છે. આ સિવાય તેમણે ચીફ ઇલેકશન કમિશ્નર અને નોડલ પોલીસ અધિકારી સાથે પણ મુલાકાત કરી છે.