નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે મુશ્કેલીમાં મુકાયેલા અર્થતંત્રને ઉગારવા માટે ભારત સરકારે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે પેકેજના ચોથા તબક્કાની જાહેરાત કરી હતી.

નાણા મંત્રીએ કહ્યું, કોલસા ક્ષેત્રમાં કોમર્શિયલ માઈનિંગ થશે અને સરકારનો એકાધિકાર ખતમ થશે. કોલસા ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભર કેવી રીતે બની શકાય અને ઓછામાં ઓછી આયાત કરવી પડે તેના પર કામ કરવાનું છે. 50 નવા બ્લોકની હરાજી થશે. કોલ ઈન્ડિયા લિમિટેડની ખાણો પણ પ્રાઇવેટ સેકટરને આપવામાં આવશે.



તેમણે જણાવ્યું, કેપટિવ અને નોન કેપ્ટિવ માઇંસની પરિભાષા બદલાશે. એક મિનરલ ઈન્ડેક્સ બનશે. 500 માઈનિંગ બ્લોકની હરાજી થશે.