નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે જાહેર કરેલા 20 લાખ કરોડના આર્થિક પેકેજની વિગતો આપવા નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે નોકરિયાતોને લઈ જાહેરાત કરી હતી.

નાણા મંત્રીએ કહ્યું, 15000થી ઓછું વેતન મેળવતા કર્મચારીઓનું PF આગામી ત્રણ મહિના સુધી સરકાર આપશે. જેનાથી 72 લાખ કર્મચારીઓને તેનો લાભ થશે. આ યોજનાથી 2,500 કરોડનો લાભ થશે.

નોકરીયાતના હાથમાં વધારે રોકડ આવે તે માટે 12 ટકાના બદલે 10 ટકા EPF કપાશે, પીએસયૂમાં 12 ટકા જ કાપવામાં આવશે.



20 લાખ કરોડના આર્થિક પેકજની મોટી વાતો, જુઓ અહીં...