નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે રાષ્ટ્ર જોગ કરેલા સંબોધન દરમિયાન 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. ઉપરાંત લોકડાઉન 4 નવી શરતો સાથે લાગુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની વિગતો નાણામંત્રી નિર્મલા સીતારમણ આપશે તેમ કહ્યું હતું. જે અંગે આજે સાંજે 4 વાગે નિર્મલા સીતારમણ પેકેજની જાહેરાત અંગે મીડિયાને સંબોધન કરશે.


નિર્મલા સીતારમણે કયા સેક્ટરને કેટલી રકમ ફાળવવામાં આવશે તેની જાહેરાત કરી શકે છે. ગઈકાલે સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ પેકેજ 2020માં આત્મનિર્ભર ભારતને નવી ઊંચાઈ પર લઈ જવામાં મદદ કરશે. લેંડ, લેબર, લિક્વિડીટી પર આ પેકેજમાં ધ્યાન આપવામાં આવ્યું છે.


સૂત્રોના જણાવ્યા મુજબ પેકેજની પૂરી જાણકારી બે-ત્રણ સ્ટેજમાં સામે આવી શકે છે. ઉપરાંત દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવી શકે છે.