નવી દિલ્હીઃ યશ બેન્કના સંસ્થાપક અને પૂર્વ CEO રાણા કપૂર 11 માર્ચ સુધી ઇડીની લૉકઅપમાં રહેશે. એટલે કે રાણા કપૂરની હોળી હવે લૉકઅપમાં વીતશે. ઇડીએ રાણા કપૂર વિરુદ્ધ મની લૉન્ડ્રીંગનો કેસ નોંધ્યો છે.


વળી, આ મામલે CBIએ પણ કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. આજે SBIના પ્રસ્તાવ પર બધાની નજર રહેશે. લગભગ 31 કલાકની પુછપરછ અને રાણા કપૂરના ઠેકાણાઓ પર 36 કલાક સુધી દરોડા બાદ રાણા કપૂરને રવિવારે અરેસ્ટ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, યશ બેન્કને બચાવવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આજે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સામે પ્રસ્તાવ મુકશે. જોવાનુ એ છે કે એસબીઆઇની સાથે કયા મોટા રોકાણકાર યશ બેન્કમાં રોકાણ માટે તૈયાર થાય છે.