ઇકબાલ મિર્ચીઃ DHFLના CMD કપિલ વધાવનની EDએ કરી ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jan 2020 08:42 PM (IST)
આ દરમિયાન તેની પૂછપરછ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કપિલ વધાવને ડીલ સંબંધિત કેટલાક દસ્તાવેજ જમા કરાવ્યા હતા.
નવી દિલ્હીઃ ઇકબાલ મિર્ચી મામલામાં ઇડીને મોટી સફળતા મળી છે. ઇડીએ સોમવારે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના પ્રમોટર ધીરજ વધાવનના ભાઇ કપિલ વધાવનની ધરપકડ કરી છે. DHFL એક હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે અને કપિલ વધાવન તેના મુખ્ય મેનેજિંગ ડિરેક્ટર છે. ઇડીએ કપિલ વધાવનની સાત દિવસની કસ્ટડી માંગી છે. તાજેતરમાં જ ઇડીએ વોન્ટેડ ક્રિમિનલ ઇકબાલ મિર્ચી સાથે સંબંધોને લઇને કપિલ વધાવનને પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ દરમિયાન તેની પૂછપરછ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કપિલ વધાવને ડીલ સંબંધિત કેટલાક દસ્તાવેજ જમા કરાવ્યા હતા. ડીએચએફએલ સંબંધિત કંપનીઓ અને તેના અધિકારીઓ તપાસના ઘેરામાં છે. ધીરજ વધાવન જે કપિલ વધાવનનો ભાઇ છે અને ડીએચએફએલના બિન કાર્યકારી ડિરેક્ટર છે. તેમનું નામ પણ મુંબઇના વર્લીમાં ઇકબાલ મિર્ચીની સંપત્તિઓની ડીલના સંબંધમાં ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓમાં આવ્યું હતું. નોધનીય છે કે ધરપકડ કરાયેલ આરોપી હુમાયૂં મર્ચન્ટ અને રણજીત સિંહ બિન્દ્રાને પૂછપરછ માટે ધીરવ વધાવનનું નામ સામે આવ્યું હતું. ઇકબાલ મિર્ચીના નજીક સહયોગી હુમાયૂંએ એક સ્પેશ્યલ કોર્ટને કહ્યું કે, તેણે Sunblink Real Estateની સાથે એક ડીલ કરાવવાના બદલામાં વધાવન પાસેથી પાંચ કરોડ રૂપિયા લીધા હતા. ઇડી એનબીએફસી તરફથી 2186 કરોડ રૂપિયાની લોન Sunblink Real Estateને આપવાની પણ તપાસ કરી રહી છે.