ED Action On Lalu Prasad Yadav: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ હાલ ઘાંસચારા કૌભાંડ કેસમાં સજા ભોગવી રહ્યા છે. હજી તો આ સજા પુરી પણ નથી થઈ ત્યાં લાલુ પ્રસાદ યાદવની સાથો સાથ તેમના આખા પરિવાર વિરૂદ્ધ સકંજો કસવામાંં આવી રહ્યો છે. હવે ઇડીએ આ લેન્ડ ફોર રેલવે જોબ્સ કૌભાંડ કેસમાં પણ લાલુ યાદવ અને તેમના પરિજનો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સોમવારે (31 જુલાઈ) આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ, તેમના પરિવાર અને અન્ય લોકો સામે કથિત રેલવે નોકરીઓ જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે કેસ દાખલ કર્યો હતો. સત્તાવાર સૂત્રોએ દાવો કર્યો હતો કે, સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર કેટલીક મિલકતોને ટાંચમાં લીધી છે. 


સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુંસાર એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મિલકતો જપ્ત કરવા માટે કામચલાઉ આદેશ જારી કર્યો છે. જો કે, મિલકતોની સંખ્યા અને તેમની ચોક્કસ કિંમત વિશે કોઈ માહિતી નથી.


લાલુ યાદવ અને તેમના પરિવારના નિવેદનો રેકોર્ડ કર્યા


ઈડીએ ગત કેટલાક મહિનાઓમાં આ કેસમાં લાલુ યાદવની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, પુત્રીઓ મીસા ભારતી (રાજ્યસભામાં આરજેડી સાંસદ), ચંદા યાદવ અને રાગિણી યાદવ અને તેમના બાળકોના નિવેદન નોંધ્યા છે. 


શું છે રેલવે નોકરી માટે જમીન કૌભાંડ?


ઉલ્લેખનીય છે કે, કથિત કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ પ્રસાદ યુપીએ-1 સરકારમાં રેલવે મંત્રી હતા. ED અને CBIનો આરોપ છે કે, 2004-09ના સમયગાળા દરમિયાન ભારતીય રેલવેના અલગ-અલગ ઝોનમાં ગ્રુપ Dની પોસ્ટ પર વિવિધ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હતી અને તેના બદલામાં સંબંધિત વ્યક્તિઓએ તેમની જમીન લાલુ પ્રસાદના પરિવારના સભ્યોને ટ્રાન્સફર કરી હતી.


સીબીઆઈએ ચાર્જશીટ પણ દાખલ કરી 


સીબીઆઈએ આ મામલે લાલુ યાદવ વિરુદ્ધ કેસ પણ નોંધ્યો હતો. ગયા વર્ષે તપાસ એજન્સી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. CBIનો આરોપ છે કે, લાલુ યાદવે પત્ની રાબડી, પુત્રી મીસા અને રેલવે અધિકારીઓ સાથે મળીને આ કૌભાંડ કર્યું હતું. ઉમેદવારો દ્વારા વેચવામાં આવેલી જમીનની કિંમત બજાર દરોની સરખામણીમાં ઘણી ઓછી છે.


https://t.me/abpasmitaofficial