કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી કે શિવકુમાર હંમેશા માટે કોંગ્રેસના સંકટ મોચક રહ્યાં છે.
ડી કે શિવકુમાર પર આરોપ છે કે, તેમના ખાસ માણસો અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ની ઓફિસમાં પૈસા પહોંચાડતાં હતા. આ પૈસા ચાંદની ચોકથી લેવામાં આવતા હતા અને બાદમાં આ એઆઇસીસીની એકાઉન્ટ ઓફિસમાં આપવામાં આવતા હતા.
ઇડીની નૉટિસ મળ્યા બાદ ડીકે શિવકુમારે કહ્યું કે, મેં કોર્ટને અનુરોધ કર્યો છે કે આ એક સામાન્ય આવકનો મામલો છે. મેં પહેલાથી જ આઇટીઆર ભરી દીધુ છે, મની લૉન્ડ્રિંગ (પીએમએલએ) અધિનિયમની કોઇ રોક નથી. કાલ રાત્રે તેમને મને બપોરે એક વાગ્યા સુધી દિલ્હી આવવા માટે બોલાવ્યો છે. હું કાયદાનું સન્માન કરુ છું.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ હાલ સીબીઆઇ અને ઇડીના સકંજામાં ફસાઇ ગયા છે. આઇએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમ પર કેસ નોંધાયો છે, અને હાલ સીબીઆઇની કસ્ટડીમાં છે.