West Bengal:  કોલકાતામાં બંગાળના મંત્રી જ્યોતિપ્રિય મલિકના ઘરે EDએ દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓ ગુરુવારે સવારે બંગાળના વન મંત્રીના ઘરે પહોંચ્યા હતા. આ દરોડા કથિત રાશન કૌભાંડ સાથે સંબંધિત છે જેની ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યોતિપ્રિય મલિક વન મંત્રી બનતા પહેલા ખાદ્ય મંત્રીનો હવાલો સંભાળતા હતા.


નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં અગાઉ પણ મમતા બેનર્જીના મંત્રીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. કોલકાતાના સોલ્ટ લેકમાં પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિય મલિકના ઘરે ED દ્ધારા તપાસ કરવામાં આવી રહી છે. આ દરોડા કથિત રાશન કૌભાંડ કેસ સાથે સંબંધિત છે.






EDના અધિકારીઓ ગુરુવારે સવારે બંગાળના વન મંત્રીના નિવાસસ્થાને પ્રવેશ્યા હતા. આ દરોડા કથિત રાશન કૌભાંડ સાથે સંબંધિત છે જેની ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યોતિપ્રિય મલિક વન મંત્રી બનતા પહેલા ખાદ્ય મંત્રીનો હવાલો સંભાળતા હતા. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કથિત કૌભાંડમાં રાઇસ મિલ માલિક બકીબુર રહેમાનની ધરપકડ કરી હતી. 2004માં રાઇસ મિલના માલિક એવા રહેમાને આગામી બે વર્ષમાં વધુ ત્રણ કંપનીઓની શરૂઆત કરી હતી. ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, રહેમાને કથિત રીતે શેલ કંપનીઓ ખોલી હતી અને પૈસા ઉપાડી લીધા હતા.


બકીબુર રહેમાનની થોડા દિવસ પહેલા ધરપકડ કરાઇ હતી


ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, રહેમાને ખાદ્ય વિભાગમાં પોતાની પક્કડ મજબૂત કરી અને રાશન વિભાગમાં તેના રેકેટ દ્વારા જાહેર જનતાને ફાળવવામાં આવેલા અનાજને ગેરકાયદેસર રીતે વેચીને નાણાંની ઉચાપત કરી હતી. EDના અધિકારીઓએ કહ્યું છે કે રહેમાન કોલકાતા અને બેંગલુરુમાં હોટલ અને બાર ધરાવે છે અને તેણે વિદેશી કાર ખરીદી છે. થોડા દિવસ પહેલા જ ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, બકીબુર રહેમાન કથિત રીતે કૌભાંડમાં સંડોવાયેલો હતો. તે સમયે જ્યોતિપ્રિય મલિક ખાદ્ય મંત્રી હતા. નોકરી કૌભાંડમાં ED વર્તમાન ખાદ્ય મંત્રી રથિન ઘોષની પૂછપરછ કરી ચૂકી છે.