કોલકત્તાઃ શારદા ચિટફંડ મામલામાં કોલકત્તાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારે કોર્ટને મોટો ઝટકો આપ્યો છે. કોલકત્તાની અલીપુર કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ચિટફંડ કૌભાંડ મામલામાં સીબીઆઇ રાજીવ કુમારની શોધ કરી રહી છે.
રાજીવ કુમારની તપાસમાં સામેલ થવા પર સીબીઆઇ અનેક સમન્સ જાહેર કરી ચૂકી છે પરંતુ કુમાર હજુ સુધી રજૂ થયા નથી. રાજીવ કુમારની શોધ માટે સીબીઆઇ સતત દરોડા પાડી રહ્યા છે. સીબીઆઇએ શનિવારે તેમની શોધમાં દક્ષિણ 24 પરગનાના પુજાલીમાં એક પ્રાઇવેટ મેડિકલ ક્લિનિક પર દરોડા પાડ્યા હતા.
આ અગાઉ સીબીઆઇના વકીલે રાજીવ કુમારને ફરાર ગણાવતા તેમના આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સીબીઆઇએ કોર્ટને જણાવ્યું કે, કુમારનો ફોન બંધ છે. એટલે સુધી કે રાજ્ય સરકારને પણ તેમના રહેઠાણનો ખ્યાલ નથી અને તે પોતાના એડ્રેસ પર હાજર નથી. રાજીવ કુમારના વકીલ ગોપાલ હલદરે કહ્યું કે, 28 ઓગસ્ટે અમે એક પત્ર મેઇલ કર્યો હતો જેમાં કહ્યુ હતું કે, 1 સપ્ટેમ્બર સુધી હું ઉપલબ્ધ છું અને ત્યારબાદ હું 25 સપ્ટેમ્બર સુધી હાજર નહી રહી શકું.