કેન્દ્રીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, સંપત્તિના નિર્માણ માટે કિંગફિશર એરલાઈન્સ લિમિટેડના બેંક ખાતામાંથી એક મોટી રકમ વિદેશ મોકલવામાં આવી હતી.
જાન્યુઆરી 2019માં મની લોન્ડ્રિંગ એક્ટ(PMLA) અંતર્ગત વિજય માલ્યાને કોર્ટે ભાગેડુ અપરાધી જાહેર કર્યો હતો. તે માર્ચ 2016 થી બ્રિટનમાં રહે છે. ભારત સરકારે વિજય માલ્યાના પ્રત્યાર્પણ કરવાના પ્રયાસમાં લાગેલી છે.